સ્વસ્થ રહેવું હોય તો દરરોજ એક સફરજન ખાવું. પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જો ડાયાબિટીસથી દૂર રહેવું હોય તો એક સફરજન તો દરરોજ ખાવું જોઈએ. આ દાવો બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં બે વિવિધ રિસર્ચમાં કરવામાં આવ્યો છે.

સંશોધકોના મત અનુસાર, જો તમે દરરોજ એક સફરજન ખાઓ છો તો ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ અમુક હદ સુધી ઘટી જાય છે. રિસર્ચ કરનારી સંસ્થા હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ડાયટમાં ફળો, શાકભાજી અને આખું અનાજ ખાવાથી બીમારીનું જોખમ ઓછું કરી શકાય છે.  જો બ્લડમાં વિટામિન-સી અને કેરોટીનોઇડ્સ પર્યાપ્ત માત્રામાં હોય છે તો જોખમ ઘટી જાય છે. રિસર્ચમાં આ સાબિત થયું છે.અન્ય એક રિસર્ચ બે વિવિધ જૂથોમાં કરવામાં આવ્યું હતું.  

પહેલા જૂથમાં 9,745 એવા લોકો હતા જે ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત હતા, બીજા જૂથમાં 13,662 સ્વસ્થ લોકો હતા. પહેલા ગ્રુપના લોકોએ 274 ગ્રામ અને બીજા ગ્રુપના લોકોએ 508 ગ્રામ ફળ અને શાકભાજીનું સેવન કર્યું.