29, એપ્રીલ 2021
મુંબઇ-
મહારાષ્ટ્રમાં કોરોનાનાં વધતા જતા કેસોને જાેતા રાજ્ય સરકારે લોકડાઉન વધારવાનો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન ૧૫ મે સુધી યથાવત રહેશે. રાજ્યનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને આ વિશે માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આ સંદર્ભે તમામ તૈયારીઓ કરી લીધી છે. મહારાષ્ટ્રનાં મંત્રીમંડળની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેત્તીવારે જણાવ્યું હતું કે, મુંબઈમાં નવા કોવિડ કેસની ગતિ અટકી ગઈ છે, પરંતુ રાજ્યનાં અન્ય ભાગોમાં હજી પણ સંક્રમણની ગતિ ઝડપી છે. આપને જણાવી દઈએ કે, મુંબઇ સિવાય નાગપુર, પુણે, થાણે અને ઔરંગાબાદમાં સતત નવા કેસ વધી રહ્યા છે.