નડિયાદ : ઠાસરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના શરૂ થઈ ગયાં છે. જાેકે, ભાજપ દ્વારા ટિકિટવાંચ્છુને ટિકિટ ન મળવાના સંજાેગોમાં અપક્ષમાં દાવેદારી કરનારાઓની સંખ્યા વધવાની સંભાવના રહેલી છે.

ઠાસરાના મોટાભાગનાં વોર્ડમાં ભાજપની ટિકિટ માટે પડાપડી સર્જાયેલી જાેવા મળે છે. જાેકે, ભાજપ દ્વારા નિયત કરાયેલાં પેરા મીટરમાં સેટ ન થતાં હોય તેવાં જૂનાં ઉમેદવારો, ઉંમર વટાવેલાં ઉમેદવારો અને અન્યોને હવે અપક્ષ દાવેદારી કરવી પડે તેવો ઘાટ સર્જાયો છે. જેને પગલે ભાજપ દ્વારા પણ છેલ્લી ઘડી સુધી મેન્ડેન્ટ જાહેર કરે તેમ જણાતું નથી. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તો જાણે કે ક્યાંય હોય જ નહિ તેવી હાલત જાેવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં જાેવાનું રહેશે કે કોંગ્રેસને સક્ષમ ઉમેદવારો મળે છે કે પછી ભાજપની ટિકિટ ન મળે અને અપક્ષ ઉમેદવારી કરનારા ઉમેદવારો ને જ કોંગ્રેસ પોતાના સમજીને મેદાનમાં ઊતારે છે. ઠાસરા નગરપાલિકાની ચૂંટણીમાં હાલ તો ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. આગામી દિવસોમાં કેટલાં ફોર્મ ભરાય છે અને કોને ટિકિટ મળે છે તે જાેવું રહ્યું. ત્યાં સુધી ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારો પોતાની રીતે મતદારોની મરજી જાણવાનો પ્રયત્ન કરતાં હોય તેમ જાેવાં મળી રહ્યું છે. ઠાસરા નગરનો વિકાસ ભાજપના રાજમાં પણ જાેવાં મળ્યો ન હોવાથી ભાજપના સુરક્ષિત માનતાં મતદારો પણ ઉમેદવારોને જાેઇને જ મતદાન કરવાના મૂડમાં હોય તેમ જાેવાં મળી રહ્યું છે.