ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદક બન્યું
23, મે 2024 396   |  


નવી દિલ્હી,તા.૨૩

વૈશ્વિક સ્તરે મંદીનું જાેખમ ઘટ્યું છે ત્યારે ફુગાવાની ચિંતા હજુ પણ છે જે વૈશ્વિક આર્થિક સ્થિરતાને લઇને જાેખમ ઉભું કરે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રેટિંગ એજન્સીઓએ આ વર્ષે વધુ સ્લો ડાઉનની આગાહી કરી છે. જાેખમોમાં મિડલ ઇસ્ટમાં વધેલો તણાવ, આર્થિક તણાવ, સતત ફુગાવો તેમજ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો છે.

વૈશ્વિક અર્થતંત્ર પર દેવાનું સંકટ તોળાઇ રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ગ્લોબલ ડેટ મોનિટર અનુસાર કુલ વૈશ્વિક દેવું વધીને ઇં૨૩૫ ટ્રિલિયન રહ્યું છે, જે વૈશ્વિક જીડીપીના ૨૩૮% છે. આ તમામ નિરાશા વચ્ચે પણ ભારત વિશ્વ સ્તરે ઉભરતી આર્થિક મહાશક્તિ તરીકે નજરે પડી રહ્યું છે. ઇમ્ૈંએ તેની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું છે કે ભારત આર્થિક ઉડાન તરફ પ્રયાણ કરી રહ્યું છે. ભૌગોલિક રાજકીય પડકારો અને સપ્લાય ચેઇનના દબાણ વચ્ચે પણ ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે.

મે ૨૦૨૪ના પોતાના ઇકોનોમિક આઉટલુકમાં, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટે (ર્ંઈઝ્રડ્ઢ) વર્ષ ૨૦૨૪માં ૩.૧% અને ૨૦૨૫માં ૩.૨%ના વૈશ્વિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારતનો આર્થિક વૃદ્ધિદર વર્ષ ૨૦૨૫ દરમિયાન ૬.૬%, ચીનનો ૪.૯% અને બ્રાઝિલનો ૧.૯% રહેવાની શક્યતા છે. જ્યારે યુએસ, યુકે અને યુરોમાં અનુક્રમે ૨.૬%, ૦.૪% તેમજ ૦.૭% રહેવાનો અંદાજ છે.

તાજેતરના અંદાજ અનુસાર ભારતમાં અતિશય ગરીબી ખતમ થવાને આરે છે. દેશના પાવર સેક્ટરે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦૦% વીજળીકરણનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં હવે દિવસના ૨૦ કલાક વીજલી ઉપલબ્ધ રહે છે જ્યારે શહેરી વિસ્તારોમાં આ સમયગાળો ૨૩.૫ કલાકનો છે. તે ઉપરાંત ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદક બન્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution