લંડન-

બ્રિટન સ્થિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં યોજાનારી 2021 જી 7, આરોગ્ય પ્રધાનો ની બેઠકમાં ભારતને પણ આમંત્રણ અપાયુ છે. આ ઓન લાઇન પરિષદમાં, વિશ્વના અગ્રણી લોકશાહી દેશો વૈશ્વિક સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં જીવન-રક્ષક કાર્યવાહી પર સંમત થશે.કોવિડ -19 સામેની વૈશ્વિક લડતમાં જી 7 ની ભૂમિકા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી ની પસંદગી કરવામાં આવી છે.

કોવિડ -19 રસી માટે, યુનિવર્સિટી ની વિશ્વની અગ્રણી એસ્ટ્રાઝેનેકા સાથે ક્લિનિકલ ટ્રાયલ અને બિન- નફાકારક ભાગીદારી છે.આરોગ્ય મંત્રીઓ ની બેઠક નો નિર્ણય કોર્નવાલમાં જી 7 નેતાઓ સમિટમાં 11 થી 13 જૂન સુધી આપવામાં આવશે. યુકેના આરોગ્ય સચિવ મેટ હેનકોકે કહ્યુ કે," ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીનુ જન્મસ્થળ છે. ઓક્સફર્ડ અને બ્રિટીશ જીવન વિજ્ઞાન ના કેન્દ્રમાં છે. ઓક્સફર્ડ ભવિષ્યના સ્વાસ્થ્ય માટેના જોખમો સાથે કેવી રીતે વ્યવહાર કરવા વિશ્વને તૈયાર કરે છે. તેના પર મહત્વપૂર્ણ સભાઓ યોજવા નુ એક આદર્શ સ્થળ છે.