ટોક્યો-

ભારતીય પુરુષ હોકી ટીમ 1972 બાદ પ્રથમ વખત ઓલિમ્પિકમાં સેમીફાઇનલ રમી રહી છે. તે દરમિયાન તેનો સામનો બેલ્જિયમ સાથે થયો હતો.ભારત અને બેલ્જિયમ વચ્ચે સેમીફાઇનલ મુકાબલામાં બીજુ ક્વાર્ટર સમાપ્ત થઇ ગયુ છે. સ્કોર 2-2થી બરાબર છે. ભારતીય ટીમને બીજુ ક્વાર્ટર સમાપ્ત થયાના પહેલા પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ હરમનપ્રીત સિંહ ગોલ કરવાથી ચૂકી ગયા. ટીમ ઇન્ડિયાનો આ ચોથો પેનલ્ટી કોર્નર છે. આ મેચ શરૂ થઈ છે જેમાં ફાઇનલમાં સ્થાન દાવ પર છે, એટલે કે વિજેતાને ગોલ્ડ મેડલ મેચનો ભાગ બનવાની તક મળશે અને હારેલાને બ્રોન્ઝ મેડલ મેચ રમવાની રહેશે. વિશ્વ રેન્કિંગમાં બીજા ક્રમે આવેલા બેલ્જિયમે પ્રથમ ક્વાર્ટરની બીજી મિનિટમાં ગોલ કરીને 1-0ની લીડ મેળવી લીધી હતી. બેલ્જીયમ માટે લોકી ફીનીએ પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ હરમનપ્રીત સિંહે 5 મી મિનિટ બાદ 7 મી મિનિટમાં ભારત માટે બરાબરી કરી હતી. એટલું જ નહીં, મનદીપ સિંહે બીજી જ મિનિટે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું. ભારત અને બેલ્જિયમ વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. જેમાં ફાઇનલમાં સ્થાન દાવ પર છે, એટલે કે વિજેતાને ગોલ્ડ મેડલ મેચનો ભાગ બનવાની તક મળશે અને હારેલાને બ્રોન્ઝ મેડલ મેચ રમવાની રહેશે.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારત અને બેલ્જિયમ વચ્ચેનો સેમીફાઇનલ મુકાબલો જોઇ રહ્યો છું.ભારતે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરવાનો મોકો ગુમાવી દીધો છે. હરમનપ્રીન સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.બેલ્જિયમે ચોથા ક્વાર્ટરમાં સારી શરુઆત કરી છે. 49 મિનિટમાં ગોલ કર્યો છે. પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરવામાં આવ્યો. બેલ્જિયમને બેક-ટૂ- બેક ત્રણ પેનલ્ટી કોર્નર મળી . બેલ્જિયમે 3-2થી લીડ મેળવી છે. 10મિનિટની મેચ હજી બાકી છે.જોકે હવે ભારત બ્રોન્ઝ માટે રમશે.