અસ્થાયી વ્યવસ્થાના રૂપે ચાબહારનો હિસ્સો ભારત ઈરાની કંપનીને સોંપી શકે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026  |   2871

ભારત ઈરાનના ચાબહાર પોર્ટમાં પોતાનો હિસ્સો ઈરાની કંપનીને સોંપી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ પગલું અસ્થાયી રૂપે ઉઠાવવામાં આવી શકે છે, જેથી અમેરિકાના પ્રતિબંધોમાંથી મળેલી છૂટ પૂરી થયા પછી પણ કામ ચાલુ રહી શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું આ પોર્ટમાં ૧૧૦૦ કરોડનું રોકાણ છે. ભારત સરકાર આ મુદ્દે અમેરિકા અને ઈરાન બંને સાથે અલગ-અલગ વાતચીત કરી રહી છે. રિપોર્ટ અનુસાર આ વાતચીત અત્યંત સંવેદનશીલ છે અને તેમાં સામેલ અધિકારીઓએ ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. ભારતને નવેમ્બર ૨૦૨૫માં છ મહિનાની છૂટ મળી હતી, જેના કારણે ચાબહાર પોર્ટ પર અવરોધ વિના કામ ચાલુ રહ્યું. આ છૂટ આ મહિને પૂરી થઈ રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત ચાબહાર પ્રોજેક્ટમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાની યોજના નથી બનાવી રહ્યું. ભવિષ્યમાં અહીં કનેક્ટિવિટી વધારવાની યોજના છે, જેમાં રેલ લિંક પણ સામેલ છે, જેનાથી અફઘાનિસ્તાન અને આગળ સુધી પહોંચ મજબૂત થશે. ભારત આ અસ્થાયી ટ્રાન્સફરને અમેરિકા અને ઈરાન વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ તરીકે જાેઈ રહ્યું છે. એક તરફ અમેરિકાના ઈરાન પર કડક પ્રતિબંધો છે, બીજી તરફ ચાબહાર પોર્ટ ભારતની રણનીતિનો મહત્વનો ભાગ છે.

અમેરિકી અધિકારીઓને મળ્યા વગર જ ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી પરત જતા રહ્યા

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શનિવાર સાંજે ઈસ્લામાબાદથી અમેરિકી અધિકારીઓને મળ્યા વગર જ પરત ફર્યા છે. તેમણે પોતાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર શનિવારે ઈસ્લામાબાદ પહોંચવાના હતા, પરંતુ અરાઘચી તેમને મળ્યા વગર જ રવાના થઈ ગયા. અરાઘચીએ પાકિસ્તાનને ઈરાનની શરતો અને અમેરિકી માગણીઓ પરના વાંધાઓ પણ સોંપી દીધા છે. ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. અમેરિકાએ ઈરાન પોર્ટ જતું જહાજ પકડ્યું

અમેરિકાએ ઈરાન પોર્ટ જતું જહાજ પકડ્યું

ઈસ્લામાબાદમાં વાતચીતની સંભાવનાઓ વચ્ચે અમેરિકાએ ફરીથી ઈરાનનું જહાજ રોકીને તણાવ વધાર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જાણકારી આપી કે અમેરિકી નેવીના ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ેંજીજી રાફેલએ ૨૪ એપ્રિલના રોજ એક ઈરાની ઝંડાવાળા જહાજને ઈન્ટરસેપ્ટ કર્યું. આ જહાજ ઈરાનના એક પોર્ટ તરફ આગળ વધી રહ્યું હતું. અમેરિકાએ કાર્યવાહી કરીને અધવચ્ચે જ રોકી દીધું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution