ચાબહાર રેલ પ્રોજેક્ટ અંગેના ભારતના દાવાએ ઇરાને નકાર્યું,કોઇ સોદો નથી થયો

દિલ્હી-

ઈરાને ચાબહાર-ઝેહદાન રેલ્વે પ્રોજેક્ટમાંથી ભારતને બાકાત રાખવાના દાવાને નકારી દીધા છે. એક ભારતીય અખબારના અહેવાલમાં ઈરાને આ પ્રોજેક્ટમાંથી ભારતને બાકાત રાખવાના દાવાને નકારી દીધો છે. ઈરાનના બંદરો અને મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનના ડેપ્યુટી ફરહદ મોન્ટાસિરે બુધવારે એક ઇન્ટરવ્યુ કહ્યું હતું કે 'આ સમાચાર એકદમ ખોટા છે કારણ કે ઈરાને ચાબહાર-ઝેહદાન રેલ્વે પ્રોજેક્ટ અંગે ભારત સાથે કોઈ સોદો કર્યો નથી'.

એક ઈરાની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, મોન્ટાસિરે કહ્યું, “ઈરાને ભારત સાથે ચાબહારમાં રોકાણ માટે બે કરાર કર્યા છે. પ્રથમ બંદરની મશીનરી અને સાધનો વિશે છે અને બીજો અહીં ભારતના 150 મિલિયન ડોલરના રોકાણની છે. મોન્ટાસિરે આગણ કહ્યું કે યુ.એસ. દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો ઈરાન-ભારત સંબંધો અને ચાબહારમાં સહયોગ સાથે કોઈ લેવા દેવા નથી. 2018 માં, યુ.એસ.એ 2012 ના ઈરાન સ્વતંત્રતા અને પ્રતિ-પ્રસાર અધિનિયમ (આઈએફસીએ) હેઠળ ચાબહાર બંદર પ્રોજેક્ટમાં છૂટ આપવાની સંમતિ આપી.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ બંદર પ્રોજેક્ટને 'ઇરાનની આર્થિક ભાવિ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ' ગણાવ્યું હતું. ભારતની જાહેર ક્ષેત્રની રેલ્વે કંપની, આઇરકન ઇન્ટરનેશનલ, આ પ્રોજેક્ટ માટે દરેક સેવા અને નાણાં પૂરા પાડવાનું વચન આપે છે. મળતી માહિતી મુજબ આ કંપની આ પ્રોજેક્ટમાં લગભગ 1.6 અબજ ડોલરનું રોકાણ કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution