25, નવેમ્બર 2020
693 |
સિડની
ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે લિમિટેડ ઓવર્સની સીરિઝ રમવા તૈયાર છે. વનડે અને ટી-૨૦ સીરિઝમાં ભારતીય ટીમ નવી જર્સી સાથે મેદાન પર જાેવા મળશે. ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવને મંગળવારે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આ જાણકારી આપી. તેણે લખ્યું કે, નવી જર્સીમાં નવા મોટિવેશન સાથે જીતવા માટે તૈયાર.
રેટ્રો થીમ ટી-શર્ટ સાથે ભારતીય ટીમની નવી જર્સી ૭૦ના દાયકાથી પ્રેરિત છે. લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં ટીમ હવે પારંપરિક સ્કાઈ બ્લૂની જગ્યાએ નેવી બ્લૂ શેડમાં નજર આવશે. જર્સી પર નવા સ્પોન્સર એમપીએલ સ્પોટ્ર્સનો લોગો પણ રહેશે. તે ડિસેમ્બર ૨૦૨૩ સુધી ટીમ ઇન્ડિયાની નવી કિટ સ્પોન્સર રહેશે.