કુઆલાલમ્પુર:ભારતીય મહિલા અંડર-૧૯ ક્રિકેટ ટીમે સતત બીજી વખત ટી૨૦ વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા પછી, દક્ષિણ આફ્રિકાનો દાવ ૨૦ ઓવરમાં ૮૨ રનમાં સમેટાઈ ગયો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૧૧.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ગોંગાડી ત્રિશાએ ફાઇનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ત્રણ વિકેટ લેવા ઉપરાંત, તેણે અણનમ ૪૪ રન પણ બનાવ્યા. ગોંગાડીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના એવોર્ડ પણ મળ્યા. ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની ટીમને ૨૦ ઓવરમાં ૮૨ રનમાં ઓલઆઉટ કરી દીધી. કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન રેનેકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો. દક્ષિણ આફ્રિકાની ટીમને બીજી ઓવરમાં સિમોન લોરેન્સના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. તેને પરુણિકા સિસોદિયાએ ક્લીન બોલ્ડ કરી. શબનમ શકીલે જેમ્માને કમાલિની દ્વારા કેચ આઉટ કરાવી. આયુષી શુક્લાએ દિયારા રામલકનને બોલ્ડ કરી. આયુષી શુક્લાએ મેસોને બોલ આઉટ કરી.ત્રિશાએ વોર્સ્ટ અને નાયડુને આઉટ કરી.વૈષ્ણવી શર્માએ ક્રોલિંગ અને મોનાલિસાને અને પારુનિકાએ એશ્લેને આઉટ કરી. ભારત તરફથી ગોંગાડીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. પરુણિકા, આયુષી અને વૈષ્ણવીએ બે-બે વિકેટ લીધી. ગોંગડી ત્રિશા અને કમલિનીએ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ પહેલી વિકેટ માટે ૩૦ બોલમાં ૩૬ રન ઉમેર્યા. કેપ્ટન રેનેકે કમાલિનીને સિમોન દ્વારા કેચ કરાવી. ગોંગાડીએ સાનિકા ચાલકે સાથે મળીને ટીમને નવ વિકેટથી વિજય અપાવ્યો. ગોંગડી ૪૪ રન બનાવીને અને સાનિકા ૨૬ રન બનાવીને અણનમ રહી.