ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે   : વર્ષના અંત સુધીમાં પરવાનગી મળી જશે
24, મે 2024 297   |  

નવી દિલ્હી  :ભારત અને રશિયા વચ્ચે બીચ ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે બંને દેશો વચ્ચે ફ્રી ટૂરિસ્ટ એન્ટ્રીની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ કામ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા જૂની છે. સંકટના સમયે આ બંને દેશ એકબીજાની સાથે ઉભા જાેવા મળે છે. હવે વિઝા ફ્રી ટૂરિસ્ટ એન્ટ્રી સાથે, મિત્રતા વધુ ખીલી શકે છે. એવી આશા છે કે વર્ષ ૨૦૨૪ ના અંત સુધીમાં તેમની મિત્રતામાં એક નવો અધ્યાય જાેડાઈ શકે છે. જેમણે કહ્યું કે તેમનો ધ્યેય રશિયા અને ભારત વચ્ચેની મુસાફરીને સરળ બનાવવાનો છે. આગામી મહિનાથી બંને દેશો વચ્ચે આ અંગે વાતચીત શરૂ થશે. રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયના બહુપક્ષીય આર્થિક સહકાર અને વિશેષ પ્રોજેક્ટ્‌સના નિર્દેશક નિકિતા કોન્દ્રત્યેવ, મોસ્કો અને દિલ્હી સતત એકબીજા માટે નીતિઓ બનાવવા પર કામ કરી રહ્યા છે. જેમણે કહ્યું છે કે આ મામલે ભારત સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. મંત્રીએ આ જાહેરાત રશિયા ઈસ્લામિક વર્લ્ડ કઝાન ફોરમ ૨૦૨૪ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં કરી હતી, જેનું આયોજન કઝાનમાં થઈ રહ્યું છે. મંત્રી તરફથી કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે નવી દિલ્હી અને મોસ્કોમાં ચર્ચા થશે. જૂન પછી હસ્તાક્ષર પ્રક્રિયા અંતિમ તબક્કામાં મૂકવામાં આવશે. તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે મોસ્કો નવી દિલ્હી સાથે તેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. આવી સ્થિતિમાં, નિકિતા કોંદ્રાત્યેવના જણાવ્યા અનુસાર, એક બીજાના નાગરિકોની ફ્રી વિઝા એન્ટ્રી અંગેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે, હાલમાં રશિયાએ ચીન સાથે સમાન યોજના પર કામ શરૂ કર્યું છે. પ્રવાસન વધારવાના ઉદ્દેશ્ય સાથે ૧ ઓગસ્ટ ૨૦૧૬થી ફ્રી વિઝા એન્ટ્રી લાગુ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution