ભારતની ઈકોનોમીમાં અપેક્ષા કરતા પણ વધુ રીકવરી જાેવા મળી છેઃ આરબીઆઇ ગર્વનર
26, નવેમ્બર 2020 297   |  

દિલ્હી-

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શશિકાન્ત દાસે ગુરુવારે કહ્યુ હતુ કે, કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉન બાદ ભારતની ઈકોનોમીએ અપેક્ષા કરતા પણ વધારે જાેરદાર રીકવરી કરી છે.

ફોરેન એક્સચેન્જ ડિલર્સ એસોસિએશનના કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતુ કે, તહેવારોની સીઝનના પગલે માંગમાં ભારે ઉછાળો જાેવા મળ્યો છે અને આ ડિમાન્ડ યથાવત રહે તેવા પ્રયાસો કરવા પડશે.રિઝર્વ બેન્ક માર્કેટની કામગીરીનુ સંચાલન વ્યવસ્થિત રીતે થાય તે જાેવા માટે પ્રતિબધ્ધ છે.કોઈ પણ પ્રકારના રિસ્કને ઓછુ કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છે.

શશિકાન્ત દાસે કહ્યુ હતુ કે, જાેકે દુનિયાની સાથે ભારતમાં પણ ગ્રોથમાં ઘટાડો થાય તેવુ જાેખમ રહેલુ છે.આમ છતા ગ્રોથ આઉટલૂક અત્યારે તો સારો દેખાઈ રહ્યો છે.જાેકે બજારમાં ડિમાન્ડ બની રહે તેવા પ્રયત્ન કરવા પડશે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈનુ અનુમન છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની ઈકોનોમીમાં 9.5 ટકાનો ઘટાડો જાેવા મળી શકે છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution