ચેન્નાઇ-

કોરોનાના કહેરથી દેશન મોટાભાગના રાજ્યોમાં સ્થિતિ ખરાબ છે, લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ચુકી છે ત્યારે તામિલનાડુના સીએમ બનતાની સાથે જ સ્ટાલિને એક મહત્વનો ર્નિણય લીધો છે. એમ કે સ્ટાલિને આજે સીએમ તરીકે શપથ લીધા બાદ તરત જ કોરોના કાળમાં લોકોને રાહત આપવા માટે દરેક પરિવારને ૪૦૦૦ રુપિયા આપવાના આદેશ પર સહી કરી હતી.આ પૈકી ૨૦૦૦ રુપિયાનો પહેલો હપ્તો મે મહિનામાં ચુકાવવામાં આવશે.બીજા કોઈ રાજ્યમાં આ રીતે લોકોને સીધી સહાય આપવાની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

સાથે સાથે તેમણે જાહેર કર્યુ હતુ કે, સરકાર સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અપાયેલા ઈન્સ્યોરન્સ કાર્ડ જેમની પાસે છે તેમને જાે કોરોના થયો તો ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉપાડશે. સ્ટાલિનના મંત્રીમંડળમાં ૩૩ સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.આ પૈકી ૧૫ પહેલી વખત મંત્રી બન્યા છે.જાેકે તામિલનાડુ કોરોનાકાળમાં તમામ લોકોને આર્થિક રાહત આપનાર પહેલુ રાજય બન્યુ છે.આ ર્નિણયથી રાજ્યની તિજાેરી પર નાણાકીય બોજાે આવશે અને તેને સરકાર કેવી રીતે પહોંચી વળશે તે જાેવાનુ રહે છે