અમેરિકા-

અમેરિકાના શિકાગોમાં આડેધડ ફાયરિંગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. એક કાર્યક્રમ દરમિયાન હુમલાખોરે બધા સામે બંદૂક તાકી દીધી હતી અને આડેધડ ગોળીબાર કરવા લાગ્યો હતો. ગોળીબારની આ ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસ મામલે શિકાગો પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધી છે. મળતી માહિતી મુજબ પોલીસના કહેવા પ્રમાણે શિકાગોના ગ્રેશમ ખાતે મંગળવારે સાંજના સમયે એક અંતિમ સંસ્કાર દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થઈ ગયા હતા. પશ્ચિમ 79મી સ્ટ્રીટના 1,000 નંબરના બ્લોકમાં સાંજે 7:30 કલાક પહેલા ગોળીબારની ઘટના બની હતી. આ કેસ મામલે પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધી છે પરંતુ હજુ પણ હુમલાખોર અંગે કોઈ જાણકારી સામે નથી આવી.

પોલીસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે એસયુવીમાં સવાર એક વ્યક્તિએ બ્લોક પર અંતિમ સંસ્કારમાં હિસ્સો લેનારા લોકો પર ગોળીઓ ચલાવી હતી. ત્યાર બાદ અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ પણ આડેધડ ગોળીઓ ચલાવી હતી અને એસયુવી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થયા છે જેમને પાંચ વિભિન્ન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.