20 થી 50 વર્ષના વ્યક્તિઓને કોરોના સક્રમણ ફેલાવાનો વધુ ખતરો

દિલ્હી-

કોરોના વાયરસથી સમગ્ર દુનિયામા 2 કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે. યુરોપના કેટલાક દેશોમા સંક્રમણ ઓછુ ફેલાયુ છે, તેવુ દર્શાવે છે પરંતુ અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમા હજુ પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકા અને બ્રાઝીલ પછી ભારત ત્રીજા નંબર પર છે. કોરોના વાયરસની મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ એક મહત્વની વાત જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યુ કે, 20 વર્ષ થી 50 વર્ષ સુધીની ઉંમરના લોકોથી સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાય છે.

પશ્ચિમ પ્રશાંતના દેશોમા કોરોના વાયરસ મહામારી વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાએ રીજનલ ડાયરેક્ટર તકેશ કાસાઇએ કહ્યુ કે, 20, 30 અને 40 વર્ષની ઉંમર વર્ગ વાળા લોકો દ્વારા કોરોના વાઇરસ ઝડપથી ફેલાય છે. એમાના મોટા ભાગના લોકોને એ ખબર જ હોતી નથી કે તેઓ કોરોના સંક્રમિત છે.

20 થી 50 ઉંમરના લોકો દ્વારા ફેલાઇ રહેલો વાયરસ કેટલાક લોકો માટે સૌથી વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે. વૃદ્ધ, લાંબા સમયથી બિમાર, ભીડવાળી જગ્યાએ રહેનાર વ્યક્તિઓ અને અંડર રિજર્વ્ડ વિસ્તારમા રહેનાર લોકો માટે આ વાયરસ સૌથી મુસીબત ઉભી કરી શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના એક્સપર્ટએ જણાવ્યુ કે ઓસ્ટ્રેલિયા, ફિલિપીંસ અને જાપાન જેવા દેશોમા 50 વર્ષથી ઓછી ઉમરના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. આ લોકોમા વાયરસના સૌથી વધુ લક્ષણો જાેવા મળે કે લક્ષણો જાેવા મળતા નથી. આ જ કારણ છે કે આ લોકો જાણ્યે- અજાણ્યે એક બીજા સુધી ફેલાવી રહ્યા છે.

પશ્વિમ પ્રશાંતના દેશોમા કરોડો લોકો આ મહામારીના નવા ચરણમા આવી ચૂક્્યા છે. એક એવુ સ્ટેજ પણ છે કે જ્યા સરકરાએ કોરોનાના વધતા કેસો સામે લડવા માટે સ્થાયી રીતે આ વિશે વિચારવુ જાેઇએ. સરકારના હેલ્થ કેર સિસ્ટમા સુધારો અને લોકોની આરોગ્યને લઇને જાેડાયેલી સારી આદતોને સુધારવા સતત પ્રયાસ કરવો જાેઇએ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution