મુંબઈ

માર્ચ મહિનામાં ભારતના ઇંડસ્ટ્રિયલ આઉટપુટમાં લો બેસ ઇફેક્ટને કારણે ૨૨.૪ ટકાની ગ્રોથ જોવા મળી રહી છે. જ્યારે ગયા મહિનામાં એટલે ફેબ્રુઆરીમાં તેમાં ૩.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં જાન્યુઆરીથી ઘટાડો જોવા મળી રહ્યો હતો. જાન્યુઆરીમાં IIP માં ૦.૯ ટકાનો ઘટાડો થયો હતો. જોકે તેના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં તેમાં ૧.૬ ટકાનો વધારો જોવા મળી રહ્યો હતો. અનુમાન હતો કે માર્ચમાં IIP ગ્રોથ ૧૬.૫૫ ટકા રહ્યો હતો. મહિના દર મહિનાના આધાર પર માઇનિંગ સેક્ટરના ગ્રોથ -૫.૫ ટકાથી વધીને વધીને ૬.૧ ટકા પર રહી છે. જ્યારે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગ્રોથ -૩.૭ ટકાથી વધીને ૨૫.૮ ટકા પર પહોંચી ગઇ છે.

માર્ચમાં દેશનો ઇલેક્ટ્રિસિટી સેક્ટરની ગ્રોથ ફેબ્રુઆરીના ૦.૧ ટકાથી વધીને ૨૨.૫ ટકા પર આવી ગઇ છે. માર્ચમાં પ્રાઇમરી ગુડ્‌ઝ સેક્ટરની ગ્રોથ ફેબ્રુઆરીમાં -૫.૧ ટકાથી વધીને ૭.૭ ટકા પર આવી ગઇ છે. જ્યારે આ જ સમયગાળામાં કેપિટલ ગુડ્‌સની ગ્રોથ મહિનાના દર મહિનાના આધાર પર -૪.૨ ટકાથી વધીને ૪૧.૯ ટકા પર આવી ગઇ છે.

ઇન્ટરમીડિએટ ગુડ્‌સ સેક્ટરના ગ્રોથ પર નજર કરો તો તે ફેબ્રુઆરીમાં -૫.૬ ટકાથી વધીને ૨૧.૨ ટકા પર આવી ગઇ છે. જ્યારે તે સમયગાળામાં ઇન્ફ્રા ગુડ્‌ઝ ગ્રોથ ૪.૭ ટકાથી વધીને ૩૧.૨ ટકા પર આવી ગઇ છે. એ જ રીતે આ સમયગાળામાં કંઝ્‌યૂમર ડ્યૂરેબલ્સના ગ્રોથ ફેબ્રુઆરીમાં ૬.૩ ટકાથી વધીને ૫૪.૯ ટકા પર આવી ગઇ છે.