લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
1089
હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધી રહેલા વ્યૂહનીતિ તણાવ અને વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય નૌસેનાની તાકાતમાં આજે એક ઐતિહાસિક વધારો થયો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમના નેવલ ડૉકયાર્ડ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં એડવાન્સ્ડ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ આઇએનએસ મહેન્દ્રગિરી ને ભારતીય નૌસેનામાં વિધિવત રીતે સામેલ કર્યું છે.
સંરક્ષણમંત્રીને ડૉકયાર્ડમાં ગાર્ડ ઑફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ યુદ્ધપોતનું કમિશનિંગ એવા સમયે થયું છે જ્યારે વૈશ્વિક સ્તરે દરિયાઈ સુરક્ષાની ચિંતાઓ વધી ગઈ છે. સમુદ્રના મોજાંને ચીરતા આ અત્યાધુનિક યુદ્ધપોત પર જ્યારે તિરંગો લહેરાવવામાં આવ્યો, ત્યારે તે માત્ર નૌસેનાની લડાયક ક્ષમતા જ નહીં, પરંતુ આર્ત્મનિભર ભારતની વધતી જતી શક્તિનું પણ પ્રતીક બન્યું છે. છેલ્લા એક વર્ષમાં નૌસેનામાં સામેલ થયેલા વોરશિપની સંખ્યા ૧૮ને પાર થઈ ગઈ છે, અને વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આટલા જ વધુ જહાજાેને બેડામાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આ મહાશક્તિશાળી ફ્રિગેટનું નામ ઓડિશા અને આંધ્રપ્રદેશની સરહદ પર આવેલા પૂર્વીય ઘાટની મહેન્દ્રગિરી પર્વત શ્રૃંખલા પરથી રાખવામાં આવ્યું છે.