/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વાહન ટો કરતાં ગુંડા જેવા કર્મીઓની હવે ચાલકને ધક્કો મારી ખંડણીની જેમ ઉઘરાણી

વડોદરા,તા.૩

જાે તમને જાહેરમાં સામાન્ય નાગરિક સાથે દાદાગીરી કરતા આવડતું હોય, મહિલાઓ અને વૃદ્ધો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા આવડતું હોય તો સમજી લેજાે કે, ટ્રાફિક પોલીસની ક્રેઈનમાં વાહન ઊંચકવાની નોકરી માટે તમે આદર્શ ઉમેદવાર છો. જાે, તમને ટ્રાફિક પોલીસની ક્રેઈનમાં વાહન ઊંચકવાની નોકરી મળી જાય તો માની લેવાનું કે જાહેરમાં દાદાગીરી કરવાનો પરવાનો મળી ગયો છે. સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો પાસે શિસ્ત અને સંયમનો આગ્રહ રાખનારા ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટના નાકની નીચે છાકટાંઓની એક આખી ટીમ રોજરોજ ક્રેઈન લઈને શહેરને બાનમાં લેવા નીકળે છે. આવી ઘટના ફરી બની છે અને વારંવાર બને છે.

દુઃખની વાત એ છે કે, નો-પાર્કિંગના નામે ધીકતી કમાણી કરતા આવા માથાભારે તત્વો પર અંકુશ રાખવાને બદલે એમને બેફામ બનવાની અમર્યાદિત સત્તા કોણ આપી રહ્યું છે, એ સમજાતું નથી! આજે કાલાઘોડા વિસ્તારમાં એક નાગરિક સાથે ક્રેઈનના કર્મચારીઓએ જે રીતનું વર્તન કર્યું છે તે ખરેખર વખોડવાલાયક જ છે. વાત એવી છે કે, આજે બપોરે કાલાઘોડા વિસ્તારમાં એક વાહન ચાલક યુવકે પોતાનું બાઈક રોક્યું હતું અને તે બાજુની એક દુકાનમાં પાણી લેવા ગયો હતો.

આ સમયે પાછળથી ટ્રાફિક પોલીસની ક્રેઈન ધસી આવી હતી અને એમાંથી ઉતરેલા માથાભારે યુવાનોએ એની બાઈક ઉપાડી લીધી હતી. આ સીન જાેઈને પાણી લેવા ગયેલો યુવક દોડી આવ્યો હતો અને એણે પોતાની બાઈક પાછી માગી હતી, પણ ક્રેઈનના માથાભારે કર્મચારીઓએ એને બાઈક પાછી આપવાને બદલે એની સાથે દાદાગીરી શરૂ કરી હતી.

યુવક કંઈ સમજે તે પહેલા તો બની બેઠેલાં આ ‘દાદા’ઓએ એને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. જાેકે, આ માથાકૂટ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમણે ક્રેઈનના કર્મચારીઓનો વિરોધ કર્યો હતો. આ સમયે ક્રેઈનમાં બેઠેલાં ટ્રાફિક પોલીસના કર્મચારી આવી પહોંચ્યા હતા અને તેમણે કાયદાનો ડર બતાવીને વિરોધ કરી રહેલા સામાન્ય નાગરિકોને શાંત પાડી દીધાં હતા.

જાેકે, આ સમયે પેલો યુવક પાછો ત્યાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસના કર્મચારી પાસે પોતાની બાઈકને પાછી આપી દેવા કાકલુદી કરી હતી. આરોપ છે કે, પોલીસ દાદાએ એની પાસેથી રોકડા રૂપિયા ૩૦૦ લઈને પાવતી આપ્યા વિના બાઈક આપી દીધી હતી. આજે બનેલો આ કિસ્સો ખરેખર સંસ્કારી નગરી માટે લાંછનરૂપ છે. કારણ કે, કોઈપણ રાહદારી સાથે દાદાગીરી કરવાનો અધિકાર ક્રેઈનના કર્મચારી પાસે નથી.

જાે, કોઈ વ્યક્તિ નો-પાર્કિંગમાં ગાડી મુકે તો એને દંડીત કરી શકાય પણ એની સાથે કોઈ હાથાપાઈ કેવી રીતે કરી શકે? પોલીસની નજર સામે જ ક્રેઈનના કર્મચારીઓ સામાન્ય નાગરિકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે તે કેટલા અંશે યોગ્ય છે.

ક્રેઈનના બેફામ કર્મચારીઓ જ પોલીસની છબિને બગાડી રહ્યા છે

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ક્યારેક ટ્રાફિક પોલીસની ક્રેઈનના બેફામ કર્મચારીઓની માનસિકતા જાણવાની કોશિશ કરવી જાેઈએ. ક્યારેક ક્રેઈનની પાછળ સાદાવેશમાં જઈને તપાસવું જાેઈએ કે, ખરેખર સામાન્ય નાગરિકો સાથે ક્રેઈનના કર્મચારીઓ કેવું વર્તન કરે છે? પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એવી પણ તપાસ કરવી જાેઈએ કે, ટ્રાફિક પોલીસની ક્રેઈનમાં કામ કરતા કર્મચારીઓને નોકરી પર કોણ રાખે છે અને એમને નોકરી પર રાખવા પાછળનો ક્રાઈટએરિયા શું છે? ખેર, પબ્લિક સાથે સીધા સંપર્કમાં આવતા આવા તત્વો જ પોલીસની છબી બગાડી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution