રાજપીપલા,તા.૨૫

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ભારત સરકારના કોલસા મંત્રી પ્રહલાદ જાેશીની ઉપસ્થિતિમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપની બેઠક મળી હતી.જેમાં પ્રહલાદ જાેશીએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓની ગુજરાતમાં સારી રીતે શરૂઆત થઈ છે.વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારા રેકોર્ડ સાથે ગુજરાતમાં બીજેપી ફરીથી શાસનમાં આવશે.કોમન સિવિલ કોડ અંગે તેઓએ જણાવ્યું હતું કે કોમન સિવિલ કોડ મૂદ્દે ઉત્તરાખંડમાં કમિટી બેઠી છે. કમિટીના રિપોર્ટ પછી સમગ્ર દેશમાં લાગુ કરવાની વિચારણા છે.તમામ રાજ્યોમાં આનો અમલ કરી શકાય, યુપીના મુખ્યમંત્રીએ પણ કીધું છે અને આ અંગેનો ર્નિણય પ્રધાનમંત્રી કરશે.

એ બેઠકમાં ગુજરાત ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખભાઈ વસાવા, ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ, ગુજરાતના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ કરીને હાલમાં કોલસાની તંગી વર્તાઇ રહી છે તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે થર્મલ પાવર પ્લાન્ટમાં ૨૧ મિલિયન ટન સ્ટોક છે જે દસ દિવસ સુધી પૂરતો છે.કોલ ઇન્ડિયા સાથે મળીને કુલ ૭૨ મિલિયન ટનનો સ્ટોક ભારતમાં છે.અત્યારના સમયે ભારત પાસે ૭૦-૮૦ દીવસ ચાલે એટલો સ્ટોક હોવો જાેઈએ એની જગ્યાએ ૧૦-૧૧ દીવસ ચાલે એટલો સ્ટોક છે.એનો મતલબ એ નથી કે ૧૦-૧૨ દિવસ પછી કોલસો પુરો થઈ જશે.હાલ રોજ ૨ મિલિયન ટન કોલસો રિપ્લેશ પણ કરીએ છીએ, શોર્ટેજ જરૂર છે પણ વીજળી પૂરી નહિ થાય.હાલ રશિયાથી ગેસ આવવાનો બંધ થયો છે.જેથી ઈમ્પોર્ટ કોલ મળતો નથી અને જનરેશન પણ બંધ હતું, જાેકે હાલ ચાલુ થયું છે એટલે થોડી આવક ઓછી થઇ છે પણ ડિમાન્ડ વધી છે.કેમ કે હવે કોરોના પછી વીજળીનો વપરાશ ખૂબ જ વધ્યો છે રોજ ૩.૨ બિલિયન યુનિટ વપરાશ સામે હાલ ૩.૫ બિલિયન યુનિટ વીજ ઉત્પાદન થાય છે.ઇમ્પોર્ટન્ટ પોલ પાવર પ્લાન્ટને ઇમ્પોર્ટ કોલ મળતો નથી.