અમદાવાદ-

ચાલુ ટ્રેનમા મદદના બહાને ચોરી કરતી સાંસી ગેંગના મુખ્ય સાગરિતની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીની હરીયાણાથી ધરપકડ કરી પૂછપરછ કરતા આંતરરાજ્ય ચોરીનો પર્દાફાશ થયો છે, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કૈથલ ગામમાં આવી 20થી વધુ ગેંગ કાર્યરત છે ત્યારે આરોપીની પૂછપરછમા શું નવા ખુલાસા થાય છે. રેલવે પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજબીર સાંસી છે કે, જે મૂળ હરિયાણાના કૈથલનો વતની છે. રાજબીર પોતાની ગેંગ સાથે રેલવેમાં ચોરી કરતો હતો. રાજબીર ટ્રેનમાં પ્રવાસ શરૂ કર્યા બાદ રેકી કરી લેતો અને જે પ્રવાસીઓને પોતાનો સામાન વધુ સાચવતો હોય તેને મદદના બહાને ટાર્ગેટ કરતો હતો. રાજબીર અને તેની ગેંગના સાગરિતો 4-5 સભ્યોની ગેંગ બનાવી ચોરી કરતા હતા. આરોપીની પૂછપરછ કરતા અમદાવાદ. મહારાષ્ટ્ર. રાજસ્થાન અને કર્ણાટકના અલગ અલગ કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે, ચોરીમા મદદગારી કરનારા અન્ય આરોપી ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.