વડોદરા : વેક્સીન મેદાનનાં ચકચારી ગેંગરેપના મામલામાં ઓએસીસના સંચાલકોનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવાનું ક્રાઇમબ્રાંચે નક્કી કર્યું છે ત્યારે એ અગાઉ ક્રાઇમબ્રાંચે આજે ઘટનાના દિવસે મેદાનમાં બાંધેલી હાલતમાં પડેલી પિડીતાને નજરે જાેનારા બે પશુપાલકોની પુછપરછ કરી હતી. આવતીકાલે બુધવારે બસ ચાલકની પુછપરછ કરવામાં આવશે એમ સુત્રોએ જણાવ્યું છે.

૨૯મી સપ્ટેમ્બરની રાત્રે વેક્સીન મેદાનમાં ગાયો ચરાવવા ગયેલા ધવલ અને લાલા નામના ૨૦ વર્ષિય ભરવાડ યુવાનોની ક્રાઇમ બ્રાંચે આજે પુનઃ પુછપરછ કરી હતી. ત્રણ કલાક ચાલેલી પુછપરછમાં બન્ને યુવકોએ જણાવ્યું હતું કે, સાતથી સવાસાતની વચ્ચે અંધારામાં અમે અમારી ગાયો મેદાનમાં છે કે નહી એ તપાસ કરવા અમે બન્ને ગયા હતા ત્યારે ઝાડી ઝાંખરામાંથી અમને પિડીતાનો અવાજ આવતા અમે બન્ને એ દિશામાં જાેવા આગળ વધ્યા હતાં. પિડીતાના ઉહંકારા અમને સ્પષ્ટ રીતે સંભળાતા હતા. અમે એની નજીક જઇએ એ પહેલાં જ અમને વિચાર આવ્યો કે જે હુમલાખોરોએ યુવતીની આ દશા કરી છે એટલે કે બાંધી ને રાખી છે કપડા અસ્ત વ્યસ્ત છે એની મદદે અમે જઇશું અને હુમલાખોરો આસપાસ હશે અને અમારી ઉપર હથીયાર લઇને ટુટી પડશે તો એવો વિચાર આવતાં જ અમે ડરી ગયા હતાં અને પિડીતાની મદદ કરવાને બદલે ત્યાંથી ભાગી ગયા હતાં.

ભરવાડ યુવકોએ પિડીતા બાંધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ પુછપરછમાં જણાવ્યું હતું. ક્રાઇમબ્રાંચે એ સમયે બસચાલક કાનજી પણ આવ્યો હતો કે નહીં એવા પુછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અમે માત્ર પિડીતાને જ જાેઇ હતી અને ત્યાંથી એને મદદ કર્યા વગર નિકળ્યા ત્યાં સુધી બસ ચાલક મદદે આવ્યો ન હતો એવું બની શકે કે અમારા ગયા પછી ચાલક આવ્યો હોય. ઘટનાને લગતી અન્ય જાણકારી પણ ક્રાઇમબ્રાંચે મેળવી હતી. આવતી કાલે બુધવારે બસચાલક કાનજીને પુછપરછ માટે બોલાવાયો છે. આ બધાની પુછપરછ બાદ ગુનાહીત બેદરકારી દાખવનાર વિવાદીત સંસ્થા ઓએસીસના સંચાલકોનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે એમ સુત્રોએ ઉમેર્યું છે.