બાબરા-

ઘુઘરાળા સીમ વિસ્તારમાં માનવ કંકાલના મોટા ભાગના અવશેષો પડયા હોવાની સાથો સાથ નજીકના વિસ્તારમાં પુરુષના કપડા હોવાની માહિતી મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા બન્યા હતા. બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પી.આઈ. ડી.વી. પ્રસાદના જણાવ્યા મુજબ હાલ એફએસએલ ટીમની મદદ મેળવી માનવ કંકાલ પરૂષ હોવાની પુષ્ટિ સહિત મૃત્યુ અંગેનું કારણ જાણવા માટે ભાવનગર મેડીકલ કોલેજમાં મોકલવા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથો સાથ આ વિસ્તારમાંથી એક પુરૂષના કપડા તરીકે જીન્સનું પેન્ટ પણ મળી આવ્યું છે.

પોલીસ વર્તુળ દ્વારા ઘુઘરાળા વિસ્તારમાંથી મળી આવેલ માનવ કંકાલ નજીક ખોદકામ કરી અન્ય અવશેષ આજુબાજુ વિસ્તારમાં હોવાની શંકા આધારે તપાસ હાથ ધરી છે. માનવકંકાલ ખોપરીના ભાગે મોટી ઈજા હોવાના ચિન્હો જાેવા મળે છે. પરંતુ આ નિશાનો અંગે મેડીકલ પુષ્ટિ બાદ હકીકત ઉપર પરદો ઉચકવા સંભાવના છે. માનવકંકાલ મળી આવતા પોલીસે આજુ બાજુના વિસ્તારમાંથી કોઈ ગુમ વ્યક્તિ અંગે પણ તપાસ હાથ ધરી છે. જિલ્લા સહિત આજુબાજુના પોલીસ મથક માંથી માહિતી મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે .બાબરા તાલુકાના ઘુઘરાળા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી પડતર જગ્યામાં માનવ કંકાલ ખોપરી સહિતના અસ્થી પડયા હોવાની અને શ્વાન દ્વારા માનવ કંકાલ જમીન માંથી બહાર ખેચી કાઢયું હોવાની માહિતી મળતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.