૫૦ ટકા દર્શકોની સાથે રમાઈ શકે છે આઈપીએલ
30, જુલાઈ 2020 495   |  

યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી યોજાનારી આઈપીએલમાં ચાહકોની હાજરી માટે ગંભીર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીસીસીઆઈથી લઈને ફ્રેન્ચાઈઝી અને અમીરાત ક્રિકેટ બોર્ડ આકર્ષક લીગમાં ચાહકોને સ્ટેડીયમમાં લાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે.

ઇસીબીએ કેટલીક ફ્રેન્ચાઈઝીથી એમ પણ કહ્યું છે કે, તેમના તરફથી સ્ટેડીયમમાં ૫૦ ટકા પ્રેક્ષકો હોવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમાં ક્રિકેટરોને કોઇપણ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. જો આઈપીએલમાં ચાહકોની હાજરી શક્ય બનશે તો ફ્રેન્ચાઈઝી અને બીસીસીઆઈને લગભગ ૨૫૦ કરોડ રૂપિયાની ગેટ મનીના નુકસાનથી બચાવી શકાશે. આ ગેટ મનીથી પ્રત્યેક ફ્રેન્ચાઈઝીના ભાગમાં ૧૫ થી ૨૦ કરોડ રૂપિયા આવે છે.

બીસીસીઆઈના એક અધિકારે એક અધિકારીએ જણાવ્યું છે કે, આઈપીએલમાં ચાહકો હાજર રહે, પરંતુ એવું કોઈ ખતરો ઉઠાવવા માંગતા નથી. આ દિશામાં વાતચીત ચાલુ છે.

પરીસ્થિતિઓ સામાન્ય રહી તો દરેક પરીસ્થિતિમાં ચાહકોની સંભાવનાઓ શોધવામાં આવશે, પરંતુ તેના પર હજુ લાંબી ચર્ચા બાકી છે. તેનો અંતિમ નિર્ણય યુએઈ સરકારને કરવો પડશે. દુબઈમાં સપ્ટેમ્બરથી રમત ગમત પ્રવુતિઓ શરુ થવાની છે. તેમાં પણ ચાહકો આવશે.તેને ધ્યાનમાં રાખતા યુએઈ બોર્ડ પણ વધુ પ્રેક્ષકો આમંત્રિત કરવા માટે ઉત્સાહિત છે. યુએઇમાં લગભગ ૫૯ હજાર કોરોનાના કેસ સામે આવ્યા છે અને તેમાંથી ૫૧ હજાર ઠીક પણ થઈ ચુક્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution