રાજનાસિરચિલ્લા-

કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ એક વૃદ્ધ મહિલા એટલી પરેશાન થઇ ગઇ કે તેણે અજીબોગરીબ પગલું ભર્યું. તેણે વહુને ગળે લગાવીને સંક્રમિત કરી દીધી. એટલું જ નહીં તેણે વહુને ઘરમાંથી કાઢી મૂકી. કહેવાય છે કે મહિલા એ વાતથી પરેશાન હતી કે સંક્રમિત થયા બાદ તેના પ્રત્યે ઘરવાળાઓનું વર્તન એકદમથી કેમ બદલાઇ ગયું. તેમને ના તો કોઇને મળવા દેવાય છે અને ના તો કોઇ તેમની પાસે આવી રહ્યું હતું.

આ કેસ તેલંગાણાના રાજના સિરચિલ્લા જિલ્લા સોમરીપેટા ગામનો છે. ઘરમાંથી નીકળ્યા બાદ પરિણીતાએ પોતાની બહેનને કહ્યું તો તેને રાજન્ના સિરસિલા જિલ્લાના થિમ્માપુર ગામમાં પોતાના સાસરે લઇ ગઇ. ત્યાં આસોલેશનમાં તેની સારવાર ચાલી રહી છે.સ્વાસ્થય અધિકારીઓએ પીડિતા સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી જેમાં પરિણીતાએ કહ્યું કે તેની સાસુ એ વાતથી પરેશાન હતી કે કોરોના પોઝિટિવ આવ્યા બાદ પરિવારમાં તમામે તેનાથી કેમ અંતર બનાવી લીધું. સાસુને પરિવારજનોને અલગ એક રૂમમાં રાખ્યા અને ત્યાં જમવાનું આપતા.

છોકરાનો છોકરાઓ પણ તેમને નજીક આવવા દેતા નહોતા. આ બધી વાતોથી તેઓ પરેશાન થઇને એક દિવસ સાસુએ પરિવારવાળાઓને કહ્યું કે શું મારા મર્યા બાદ બધા સુખેથી રહેવા માંગો છો? એટલું કહ્યા બાદ તેમણે મને જબરદસ્તી ગળે લગાવી.મહિલાના પતિ ઓરિસ્સામાં ટ્રેકટર ડ્રાઇવર છે અને છેલ્લાં સાત મહિનાથી તેઓ ત્યાં જ છે. અધિકારીઓએ યુવતીને કહ્યું કે જાે તેઓ પોતાની સાસુ વિરૂદ્ધ કેસ કરવા માંગે છે તો તેમાં તેની મદદ કરશે. અધિકારીઓએ કહ્યું કે યુવતીની સાસુ કોરોના સંક્રમિત થયા બાદ પરિવારના બદલાયેલા વ્યવહારથી પરેશાન અને નારાજ હતી. તેનાથી તેમને આઘાત લાગ્યો હતો.