દિલ્હી-

જો તમે દેશની સૌથી મોટી બેંક SBI નાં ગ્રાહક છો, તો તમારા માટે બે મહત્વનાં સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકો માટે બે ચેતવણી સંદેશો જારી કર્યા છે. જણાવી દઇએ કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના તમામ ખાતાધારકોને એકાઉન્ટ સાથે અમુક દસ્તાવેજો જોડવા માટે નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. SBI ખાતાધારકોએ તેમના PAN ને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવા પડશે. તેઓએ સપ્ટેમ્બરનાં અંત સુધીમાં આ કરવાનું છે. SBI એ ગ્રાહકોને મહિનાનાં અંત સુધીમાં તેમના PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવા કહ્યું છે. SBI એ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો તેઓ PAN ને તેમના આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવામાં નિષ્ફળ જાય છે તો તેમને બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. SBI એ ટ્વિટ કર્યું છે કે, 'અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે કોઈપણ અસુવિધા ટાળવા અને અવિરત બેંકિંગ સેવાનો આનંદ માણવાનું ચાલુ રાખવા માટે તેમના PAN ને આધાર સાથે લિંક કરો.' SBI નાં ટ્વિટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો PAN અને આધાર લિંક નથી, તો PAN નિષ્ક્રિય થઈ જશે.