20, એપ્રીલ 2025
693 |
અમદાવાદ: ગઈ કાલે શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રોમાંચક મેચમાં જોવા મળી હતી. હાઈ સ્કોરિંગ મેચમાં GTએ DCને 7 વિકેટથી હરાવી. મેચ દરમિયાન GTનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા અને DCના ફિનિશર આશુતોષ શર્મા વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી (Ishnat Sharma and Ashutosh Sharma altercation) થઇ હતી..
DCની દિલ્હીની ઇનિંગની 19મી ઓવરના છેલ્લા બોલ પહેલા ઇશાંત અને આશુતોષ વચ્ચે દલીલો થઇ હતી. GTના કેપ્ટન શુભમન ગિલે 19મી ઓવર ઇશાંત શર્માને સોંપી હતી. ઓવરના છેલ્લા બોલ પર, ઇશાંતે એક ફાસ્ટ બાઉન્સર ફેંક્યો, બોલ આશુતોષ શર્માના ખભાને અડીને વિકેટકીપર જોસ બટલરના ગ્લોવ્સમાં ગયો. GTના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે અપીલને નકારી કાઢી.
અમ્પાયરનો આ નિર્ણયથી ઇશાંત શર્માને પસંદ ના પડ્યો. તેના ચહેરા નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઇશાંત આશુતોષની નજીક ગયો અંગે આંગળી ચીંધીને થોડા શબ્દો કહ્યા. જવાબમાં, આશુતોષે તેના ખભા તરફ ઈશારો કર્યો અને બોલ તેના ખભા પર વાગ્યો છે તે બતાવવા માટે જર્સીની સ્લીવ ઉપર કરી. આ સાથે થોડી વાર માટે મેદાન પર વાતાવરણ વધુ ગરમ થઈ ગયું.
GTનો કેપ્ટન શુભમન ગિલ અમ્પાયરના નિર્ણયથી ખુશ ન હતો. શુભમન ઓન ફિલ્ડ અમ્પાયર પાસે જઈને દલીલો કરતો દેખાયો હતો. ગિલે પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો પણ અમ્પાયરે પોતાના નિર્ણય અડગ રહ્યા.
આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ઇશાંત શર્મા મહત્વનો બોલર રહ્યો છે, પરંતુ તે વિવાદમાં રહ્યો છે. અગાઉ, સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઇશાંત સામે લેવલ 1નો ગુનો લાગવવામાં આવ્યો હતો. તેને મેચ ફીના 25% દંડ ફટકારવામાં આવ્યો હતો અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો.