16, સપ્ટેમ્બર 2025
વડોદરા |
2772 |
પાણીવાળી હોટલ કહેવાય છે
સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં એક કરૂણ બનાવ બન્યો છે. અહીં દોઢ વર્ષનો નાનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો. દુર્ભાગ્યવશ, બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં જ રહ્યો, જેના કારણે તેનું મોત થયું છે.બનાવના પગલે હોટલમાં અફરાંતફરી મચી ગઇ હતી.મૃતકના પિતા વિજયભાઈ તેમની પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે આવ્યા હતા. પરિવાર મસ્તીમાં સમય વિતાવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના બની ગઈ. બાળક રમતા રમતા અચાનક પાણીમાં જઈ પડ્યો અને કોઈને સમયસર ખબર ન પડી ન હતી,ઘટના બાદ પરિવાર અને આસપાસના લોકોમાં શોક અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે યુફોરિયા હોટલ પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે, જ્યાં પાણીની આસપાસ બેઠકો અને અન્ય સુવિધાઓ છે. પરંતુ એ જ વાત એક નિર્દોષ બાળકના જીવન માટે જીવલેણ સાબિત થઈ હતી,આ બનાવે સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે અને લોકોને સાવચેતી રાખવાની ચેતવણી પણ આપી છે.આ સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.પોલીસે હોટલની વ્યવસ્થા અંગે ગહન તપાસ કરીને વિવિધ લોકોના નિવેદનો લીધા હતા.