રાહુલ ગાંધીએ આર્થિક સંકટ, બેરોજગારીના મુદ્દા ઉઠાવ્યા તે ઉચિત છેઃ પાયલટ
11, સપ્ટેમ્બર 2020

જયપુર-

કોંગ્રેસના નેતા સચિન પાયલટે પાર્ટીના સાસંદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કથળેલા આર્થિક ચિત્ર અને ઠપ પડેલા ઉદ્યોગો મુદ્દો પોતાનું સમર્થન આપતા આ મુદ્દાઓ યોગ્ય હોવાનું કહ્યુ હતું. સચિન પાયલટે રાહુલ ગાંધીના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને જણાવ્યું કે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા બિલકુલ યોગ્ય છે. દેશ હાલમાં આર્થિક કટોકટી છે, ઉદ્યોગો ઠપ થઈ રહ્યા છે. 2.10 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે, પગાર કાપ કરવામાં આવ્યો છે અને બીજીતરફ ચીન આપણી હદમાં ઘૂસી ગયું છે.

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના સરહદના તણાવથી લોકોનું ધ્યાન અન્ય દિશામાં ભટકાવવા બીજા મુદ્દાઓ પર વાત કરવામાં આવી રહી છે. સરકાર ચીન સામે કોઈ પગલું લેશે તો સમગ્ર દેશ તેમની પડખે રહેશે.

રાહુલ ગાંધીએ અગાઉ સંખ્યાબંધ ટ્‌વીટ કરીને ચીન દ્વારા દેશની હદમાં કરાયેલી ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત છટણી, બેરજાેગારી અને જેડીપીમાં ઘટાડા સહિતના મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution