લખનઉ-

બહુજન સમાજ પાર્ટીએ આજથી યુપીમાં બ્રાહ્મણ સંમેલનની શરૂઆત કરી છે. તેની શરૂઆત અયોધ્યાથી થઈ છે, જ્યાં બસપાના રાષ્ટ્રીય મહામંત્રી સતીષચંદ્ર મિશ્રા પહોંચ્યા હતા. અહીં તેમણે રામ મંદિરથી લઈને બ્રાહ્મણ સમાજ સુધીના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મોટા નિવેદનો આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે યુપીમાં જે રીતે બ્રાહ્મણોના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. આ સાથે તેમણે રામ મંદિર વિશે પણ મોટું નિવેદન આપ્યું હતું.

સતિષ ચંદ્ર મિશ્રા જે સંમેલન માટે અયોધ્યા પહોંચ્યા હતા તેની જાહેરાત બસપા સુપ્રીમો માયાવતીએ તાજેતરમાં જ કરી હતી. માયાવતીએ કહ્યું હતું કે, ૨૩ જુલાઈથી સમગ્ર યુપીમાં બ્રાહ્મણ પરિષદોનું આયોજન કરવામાં આવશે. જાે કે, આ બ્રાહ્મણ પરિષદનું નામ બદલીને ‘પ્રબુદ્ધ વર્ગ સંવાદ સુરક્ષા સન્માન વિચાર ગોષ્ઠી’ રાખવામાં આવ્યું છે.સતીષચંદ્ર મિશ્રા બસપાના આ જ મિશનની શરૂઆત કરવા શુક્રવારે અયોધ્યા પહોંચ્યા છે. તેના ઘણા કાર્યક્રમો અહીં પ્રસ્તાવિત છે. રામ લલ્લાના દર્શન કરવા ઉપરાંત, તેમણે સરયુના કાંઠે આરતીમાં પણ ભાગ લીધો હતો.

બ્રાહ્મણ સમાજના બહાને ભાજપને ઘેરતા સતીષચંદ્ર મિશ્રાએ કહ્યું કે, ભાજપને પૂછવું જાેઇએ કે તેમણે બ્રાહ્મણ સમાજ માટે શું કર્યું, માયાવતીજીએ હાથમાં ગણેશની મૂર્તિ લઈને નવુ સૂત્ર આપ્યુ હતું – હાથી નથી ગણેશ છે, બ્રહ્મા વિષ્ણુ છે મહેશ. માયાવતીજીએ ૧૫ બ્રાહ્મણોને પ્રધાન બનાવ્યા હતા, ૩૫ ને અધ્યક્ષ બનાવ્યા હતા, ૧૫ ને એમએલસી બનાવ્યા હતા અને ૨૨૦૦ બ્રાહ્મણ સમુદાયના વકીલોને સરકારી વકીલ બનાવવામાં આવ્યા હતા, પ્રથમ ચીફ સિક્રેટ બનાવ્યા.

જ્યારે બીજેપીમાં બ્રાહ્મણોને પુષ્પગુચ્છ આપવા માટે રાખવામાં આવ્યાં, શો કેસની જેમ રાખવામાં આવ્યા છે. સતિષચંદ્રે કહ્યું કે અમે દેખાડો કરવાની પંડિતાઈ નથી કરતા, અમે જન્મથી બ્રાહ્મણો છીએ. યોગી સરકારને ઘેરતા સતીષચંદ્રે કહ્યું કે, આ સરકારમાં દલિતો અને બ્રાહ્મણોને ચિન્હિત કરવામાં આવ્યા છે, એન્કાઉન્ટરમાં જે રીતે બ્રાહ્મણોને મારવામાં આવ્યા છે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે.