અમદાવાદ -
અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા આજે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના 6 લેન્ડ ડીલરો ITની હાથે ચઢ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના 6 લેન્ડ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા અને કે.મહેતા ગ્રુપને ત્યાં ઓપરેશન હાથ ધરાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, અમદાવાદના શહેરમાં 24થી વધુ સ્થળે દરોડાની કામગીરી ચાલી રહી છે.
મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ, વડોદરા અને સુરતના ઇન્કમટેક્સ અધિકારીઓ આ સર્ચ કરી રહ્યા છે. આ સમગ્ર કામગીરીમાં અંદાજે 90થી વધુ અધિકારીઓ સામેલ છે. વહેલી સવારે 4-5 વાગ્યાની આસપાસ આવકવેરા અધિકારીઓની ટીમે સર્ચ-ઓપરેશન શરૂ કર્યું છે, જે હજુ પણ ચાલી રહ્યું છે. બેનામી વ્યવહારો અને ટેક્સચોરી થઈ હોવાની આશંકાના આધારે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં કોને કોને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા?
વડોદરીયા મનોજભાઈ ભૂપતભાઈ
કિરણભાઈ ભૂપતરાઈ વડોદરીયા
શૈલેષભાઈ ભૂપતભાઈ વડોદરીયા
રાજેશભાઈ ભૂપતભાઈ વડોદરીયા
અશોકકુમાર રામદયાલચંદ ભંડારી
વાસંતીબેન જગદીશ પાવરા
જગદીશ ગોવિદભાઈ પાવરા
પ્રશાંત હિંમતભાઈ સરખેડી
શીતલ ચુનીલાલ ઝાલા
બાગમાર નિલા પ્રોજેક્ટ્સ
યોગેશ કનૈયાલાલ પુજારા
દિપક અજીતકુમાર ઠક્કર
આવકવેરા વિભાગ કુલ 24થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી કરી રહ્યુ છે. જેને લઇને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
Loading ...