વડોદરા - જૈનોના મહામંગળકારી પર્યુષણના પર્વનો છેલ્લો દિવસ એટલે સંવત્સરી. વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધરસૂરિ મ.સાહેબ આજના દિવસનું મહત્વ બતાવતા કહ્યું કે, જૈન દુનિયામાં ક્યાંય પણ હોય, પરંતુ આજના પવિત્ર દિવસે તે જિનપુજા, સાધુ-સાધ્વીજી ભગવંતના મુખે વ્યાખ્યાન અને આખા વર્ષમાં એક જ વાર કરવાાં આવતું સંવત્સરીક પ્રતિક્રમણ અવશ્ય કરે.  

વધુમાં જૈનાચાર્ય ધર્મધુરંધરસૂરિ મ.સાહેબે જણાવ્યું કે, આજના વ્યાખ્યાનમાં સાધુ-સાધ્વીઓ ભગવંતોની વર્ષા ચાર્તુમાસની નિમાવલી શું છે તેનું વ્યાખ્યાન હોય છે અને પછઈ પ્રાકૃત ભાષામાં બારસા સૂત્ર ગુરુ મહારાજ સંભળાવતા હોય છે જે કાઉસ્સન મુદ્દાએ સાંભળવાનું હોય છે. જૈનો મોટી સંખ્યામાં ઔષધ વ્રત કરીને એક દિવસનું સાધુ જીવન જીવતા હોય છે.

જૈન સમાજને મિચ્છામિ દુકડમ

વડોદરા : મેયર ડો.જિગીષાબેન શેઠ,વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, વિપક્ષી કાઉન્સિલર ચિરાગ ઝવેરી,સ્થાયીના અધ્યક્ષ સતિષ પટેલ વગેરેએ સંવત્સરી નિમિત્તે સમસ્ત જૈન સમાજને મિચ્છામિ દુકડમ પાઠવ્યા છે. મેયરે જણાવ્યું છે કે,જૈન જન સમુદાય સંવત્સરીના પવિત્ર દિવસે અઠ્ઠમ,તપ અને અઠ્ઠાઈ જેવા તમામ ઉપવાસ વડે પોતાનું સ્વાસ્થ્ય આરોગ્ય પ્રાપ્ત કરે.અહિંસામય જીવન જીવે.એકબીજા પ્રત્યે ક્ષમાપના કેળવી વાત્સલ્ય ભાવ રાખી પોતાના જીવનને ધન્ય બનાવે એવી શુભેચ્છા અને મિચ્છામિ દુકડમ પાઠવ્યા છે. ચિરાગ ઝવેરીએ શુભેચ્છા પાછવી છે.