દમોહના જૈન મુનિ હવે કરશે લગ્ન: મહિલા સાથે પ્રેમ સબંધ હોવાની શંકા
26, ઓગ્સ્ટ 2021 297   |  

મધ્યપ્રદેશ-

જૈન ધર્મ મુજબ દિગંબર જૈનમાં ૨ પંથ હોય છે. એક ૧૩ પંથી અને એક ૨૦ પંથી. આ બંને પંથ સાથે જાેડાયેલાં જૈન સમાજના લોકોના પૂજા પાઠના રિવાજ અલગ અલગ હોય છે. બેલાગ્રામમાં રહેતા આચાર્ય સિદ્ધાંત સાગર મહારાજ અને ગૃહસ્થ જીવન અપનાવનાર મુનિ સુદ્ધાંત સાગર ૨૦ પંથી કહેવાય છે, જેમની સાથે ૧૩ પંથી જૈન સમાજના લોકોને કંઈ જ લાગતું વળગતું નથી. મુનિ સિદ્ધાંત સાગરે જણાવ્યું કે, 'બેલાગ્રામમાં પ્રજ્ઞા દીદી નામની મહિલા એક સપ્તાહ પહેલાં રહેવા આવી હતી. અમારી બંને વચ્ચે વાતચીત થવા લાગી.

મંગળવારે મોડી સાંજે પ્રજ્ઞા મંદિરમાં બેસીને ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. આશ્રમના પ્રમુખ સિદ્ધાંત સાગરને શંકા ગઈ તો તેઓએ પ્રજ્ઞાને આશ્રમ છોડીને જવાનું કહ્યું. પ્રજ્ઞાની સાથે મારામારી કરવામાં આવી. જ્યારે મેં મારામારીથી આચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો તો મારી સાથે પણ મારામારી કરવામાં આવી. સાથે જ હાજર અન્ય લોકોને પણ મારવાનું કહ્યું. પિછવાઈ અને કમંડળ પણ ઝુંટવી લીધા. ગભરાઈને ત્યાંથી ભાગી ગયો. રાત્રે જ જનની એક્સપ્રેસ એમ્બ્યુલન્સ પાસેથી લિફ્ટ માંગીને પોલીસ સ્ટેશન પહોંચ્યો.' સુદ્ધાંત સાગરે આરોપ કર્યો કે આશ્રમમાં મહિલા અને મારી વાતચીતને ખોટા સંબંધ તરીકે જાેવામાં આવતો હતો. જાે કે હવે બદનામી થઈ ગઈ છે તેથી ગૃહસ્થ જીવન સ્વીકારીને કપડાં પહેરી લઈશ. મહિલાની સાથે જ જીવન પસાર કરીશ. આવી જાહેરાત બાદ સાગરે પોલીસ સ્ટેશનમાં જ સામાન્ય લોકોની જેમ કપડાં પહેરી લીધા અને પ્રજ્ઞાની સાથે રવાના થઈ ગયા. પ્રજ્ઞા મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશના આગ્રાની છે. તેમનો આરોપ છે કે તેઓ લગભગ એક સપ્તાહથી જ આશ્રમમાં છે. અહીં હાજર કેટલીક માતા અને કેટલીક સેવક મહિલાઓ તેમનું શોષણ કરતી હતી. ખાવાનું આપતી ન હતી. તેના પર મુનિ સાગરની સાથે ખોટાં સંબંધનો આરોપ લગાવતી હતી, જ્યારે કે તેની સાથે કંઈ પણ એવું ન હતું. હાં, ફોન પર તે મુનિ મહારાજ સાથે વાત કરતી હતી. છજીઁ શિવકુમાર સિંહનું કહેવું છે કે રાત્રે સુદ્ધાંત સાગર પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેઓએ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. સાથે જ કાર્યવાહી કે રિપોર્ટ કરાવવાનો પણ ઈનકાર કરી દીધો. તેઓએ આ બધી વાત લખીને પણ આપી છે. જે બાદ તેઓ ક્યાંક જતા રહ્યાં. બીજી બાજુ આશ્રમ તરફથી સિદ્ધાંત સાગરની બહેને કહ્યું કે મારામારીની કોઈ જ ઘટના થઈ નથી. એક મહિના પહેલાં જ સિદ્ધાંત સાગર શિખર જીથી અહીં આવ્યા હતા. બંને વચ્ચે સંદિગ્ધ પ્રવૃતિઓ ત્યાંથી જ શરૂ થઈ હતી. આવું લગભગ ૩ વર્ષથી ચાલતું હતું. મધ્યપ્રદેશના દમોહમાં જૈન તીર્થ બેલાગ્રામમાં એક મુનિ સુદ્ધાંત સાગરે ૨૫ વર્ષની સાધના છોડીને હવે ગૃહસ્થ જીવન અપનાવ્યું છે. તેઓએ આશ્રમમાં છ દિવસ પહેલાં જ આવેલી મહિલાની સાથે રહેવાનો ર્નિણય કર્યો છે. બંને વચ્ચે સંબંધ હોવાની શંકાને આધારે બીજા મુનિઓએ વાંધો ઉઠાવ્યો હતો. સુદ્ધાંત સાગરનો આરોપ છે કે બંનેના સંબંધને લઈને આશ્રમના લોકોએ તેમને માર મારીને તેમની પિછવાઈ અને કમંડળ ઝુંટવી લીધા હતા. જીવ બચાવવા માટે મુનિ મહિલાની સાથે પોલીસ સ્ટેશન ગયા અને ગૃહસ્થ જીવન અપનાવવાની જાહેરાત કરી દીધી. તો બીજી તરફ આશ્રમના લોકોએ તેમની સાથે કોઈ પણ પ્રકારની મારામારી કરી ન હોવાનું જણાવ્યું છે. મુનિ સિદ્ધાંત સાગર છેલ્લાં ઘણાં દિવસોથી જૈન તીર્થ બેલાગ્રામમાં રહેતા હતા. આશ્રમના લોકો જણાવે છે કે છેલ્લાં ૨૫ વર્ષ પહેલાં તેઓએ દીક્ષા લીધી હતી. તેઓ બેલાગ્રામમાં સિદ્ધાંત સાગર મહારાજની નિશ્રામાં સાધના કરતા હતા. સુદ્ધાંત સાગર મંગળવારે રાત્રે હિંડોરિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ પોલીસને સમગ્ર ઘટના જણાવી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution