/
જલાલપોરના ધારાસભ્ય રમેશ પટેલે પાટીલનું ઉદાહરણ આપી કહ્યું કે, ભાજપમાં કંઈ નક્કી નથી હોતું

નવસારી-

તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તરફથી શહેર અને જિલ્લા માટે નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદમાં વિવિધ જિલ્લાઓમાં પ્રમુખોનો પદગ્રહણ સમારંભ યોજાઈ રહ્યા છે. નવસારી ખાતે પણ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના જ એક ધારાસભ્યએ કરેલા નિવેદનની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ધારાસભ્યએ કહ્યું હતું કે ભાજપમં કંઈ નક્કી નથી હોતું! 

વિધાનસભાના ઉપદંડક અને જલાલપોરના ધારાસભ્ય રમેશ પટેલે આવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્ય્šં હતું કે, "આપણી ભારતીય જનતા પાર્ટીમાં ક્્યારેય કંઈ નક્કી નથી હોતું. ક્્યારેય દિમાગમાં વિચાર્યું હતું કે સી.આર.પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે? બની ગયા ન? આમાં ક્્યારેક કંઈ નક્કી નથી હોતું. જેવી રીતે ભૂરાભાઈ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લા પ્રમુખ તરીકે ભુરાભાઈ શાહની વરણી કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ભારતીય સી.આર. પાટીલ તરફથી તાજેતરમાં જ ૩૨ જિલ્લા અને સાત શહેર માટે પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર, જૂનાગઢ જિલ્લા, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ છ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે ૩૩ નવા ચહેરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution