જમ્મુ કાશ્મીર: બારામુલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, એક આતંકી ઠાર

શ્રીનગર-

જમ્મુ- કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોપોરના સીર ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સુરક્ષા દળોને ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને ધેરી લીધો હતો.જમ્મુ -કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં વિસ્તારને ધેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution