શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, માર્વેલ વિસ્તારમાં આ એન્કાઉન્ટરની શરૂઆત મંગળવારના રોજ વહેલી સવારે થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોએ કેટલાક આતંકીઓને ઘેરી લીધા છે. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

મળતી માહિતી મુજબ સુરક્ષા દળોને પુલવામાના મારવાલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મળતાની સાથે જ આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસ દળના સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાય તેવી સંભાવના છે.

પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કેટલાક કલાકો સુધી એન્કાઉન્ટર થયું હતું. આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓ પર હુમલો કરીને પાકિસ્તાનના કાવતરાં પર હુમલો કર્યો હતો. સેનાએ એલઓસીને અડીને આવેલા ઉરી સેક્ટરમાં હથિયારોની એક મોટી માલ કબજે કરી હતી.