જામનગર શહેરમાં પણ કરા સાથે માવઠું:અમરેલીના વાતાવરણમાં પલટો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026  |   2079

અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે. હવામાન વિભાગે, કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોમસી વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણ પલટાયું. વડીયા તેમજ બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જામનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરના લાલપુર પંથકમાં કરા સાથે માવઠું થયુ છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ લાલપુર તાલુકાના અમુક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બપોર બાદ એકાએક પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઉદ્ભવ્યા હતા. બબરજર, અપીયા સહિતના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હજુ આવતીકાલે પણ છે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમુક ગામડાઓમાં હજુ ચણા અને ઘઉંનો પાક ખેતરોમાં ઊભો છે, ઉભા પાકમાં નુકસાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે  વધારો થવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જાેવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution