જામનગર: ભારે વરસાદ પગલે રાહત પેકેજ માટે સાંસદ પૂનમ માડમે કરી રજૂઆત
15, જુલાઈ 2020

જામનગર-

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, વેપારીઓ, રહેવાસીઓ, માલધારીઓ સહિત લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. સાંસદે સૌ નાગરિકોના હિત માટે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સમક્ષ સમગ્ર તારાજીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં, અતિભારે વરસાદના પગલે થયેલી નુકસાની અંગે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને હકીકતલક્ષી અહેવાલ રજુ કરી બંને જિલ્લાઓમાં સર્વે કરાવી નુકસાન પેટે અસરગ્રસ્તો માટે ખાસ રાહત પેકેજની માંગણી આ તકે સાંસદ સભ્ય પૂનમ માડમે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો હતો. બધા ડેમ ઓવરફ્લો થયા અને તે પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા અને જમીનોના ધોવાણ થવાથી ખેડૂતોને સામાન્યથી વિશેષ નુકસાન થયુ હોવાથી સંસદ સભ્ય પૂનમ માડમે વિશેષ પેકેજની ભારપુર્વક રજૂઆત કરી છે, તેમજ આ માટે સર્વે પણ જલ્દીથી થાય માટે ઝડપથી રાહતની કાર્યવાહી થાય તેમ પણ આ રજૂઆત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution