જામનગર: SOGને મળી સફળતા, 5.20 લાખની મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 3ની ધરપકડ 

જામનગર-

જામનગર SOGને મોટી સફળતા મળી છે. SOG ટીમે બાતમીના આધારે શહેરના કાલાવડ નાકા બહાર આવેલી રંગમતી સોસાયટીમાથી મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા 3 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ એસઓજીએ 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેર SOG આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ ડ્રગ્સ મુંબઈથી આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે પોલીસે 52 ગ્રામના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution