ભાવનગર-

ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ થયા છે. ભંડારિયા ગામનો યુવાન આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા છે. આર્મી જવાનના નશ્વરદેહને આવતીકાલે ભાવનગર લાવવામાં આવશે. ત્યારબાદ નશ્વરદેહને તેના માદરે વતન ભંડારીયા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં શહીદ આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ૪ બહેનોના એકનો એક ભાઈ શહીદ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં ટેન્ક હવાલદાર ઈએમઈ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ બજાવતા હતાં. ત્યારે હાર્ટએટેક આવતા શહીદ થયા હતા. કાલે બપોરે આર્મી જવાનના મૃતદેહને ભાવનગર લવાશે અને ત્યાથી તેના માદરે વતન ભંડારીયા લઈ જવા જવાશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.