અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આખોય દેશ રામમય બન્યો છે. આ માહોલ આજે પણ ઠેર-ઠેર જાેવા મળે છે. અચરજની વાત તો એ છે કે વિદ્યાના ધામ કહેવાતી સ્કૂલો પણ હવે એમાંથી બાકાત નથી. વડોદરાની એક ખ્યાતનામ સ્કૂલ દ્વારા આયોજિત એન્યુઅલ ડેની આમંત્રણપત્રિકામાં પણ આ જ થીમ જાેવા મળે છે. અયોધ્યા કે યોદ્ધા શિર્ષક હેઠળ યોજનારા આ કાર્યક્રમમાં રામ બિરાજે અપને ધામનો ખાસ પ્રોગ્રામ યોજાશે, આવું આમંત્રણ પત્રિકા પરથી ફલિત થઈ રહ્યું છે.