વોશિંગ્ટન-
પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે કાર્યવાહી ચાલી રહી હતી એ એટલે કે, અમેરીકામાં વર્ક વિઝા પર કામ કરી રહેલા લોકોના સાથીને મળતા વર્ક વિઝા પર કાપ મૂકવાની હિલચાલ હવે ભૂતકાળ બની ગઈ છે. નવા ચૂંટાયેલા ડેમોક્રેટીક પ્રમુખ જો બાયડેને હવે એ પ્રસ્તાવને સ્થગિત કરી દેતાં આશરે એકાદ લાખ જેટલા ભારતીયોએ રાહતનો દમ લીધો હશે.
વિદેશીઓને અમેરીકામાં નોકરી કરવા દેવાની મંજૂરીના નિયમોને 2019ના ફેબ્રુઆરીમાં ટ્રમ્પ સરકારે જ્યારે આકરા કરવાના શરૂ કરી દીધા ત્યારે હાલમાં ઉપપ્રમુખ છે એ કમલા હેરીસે કહ્યું હતું કે, આ એક અવિચારી પગલું છે અને જે મહિલાઓ દેશમાં નર્સ, ડોક્ટર્સ, વૈજ્ઞાનિક કે શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છે એ મહિલાઓએ તો નોકરી છોડવાનો વારો આવશે. આમ, તેમણે જેની શરૂઆત કરી હતી એ લડતનો આશરે બે વર્ષ પછી અંત આવ્યો છે.
જે લોકો અગાઉથી જ રોજગાર ધરાવે છે તેમના સાથીઓને નોકરી માટે અગ્રિમતા આપવાની એચ-4 પ્રકારની વિઝાની જોગવાઈને સમાપ્ત કરવાના વ્યવસ્થાપન અને વ્યાપાર વિભાગની કચેરીના નિર્ણયને બાયડેન સરકારે આવતાની સાથે જ બે મહિના સુધી સ્થગિત તો કરી દીધો હતો હવે તેને હાલ પૂરતો પાછો પણ ખેંચી લીધો છે. હોમલેન્ડ સિક્યુરીટી ખાતાએ આ પ્રસ્તાવને પાછો ખેંચી લીધો છે.
Loading ...