દિલ્હી-

ભારતીય સેનાએ સ્વદેશી રીતે ડિઝાઇન કરેલી અને વિકસિત '12 શોર્ટ સ્પેન બ્રિજિંગ સિસ્ટમ્સ'ની પ્રથમ બેચને કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં શામેલ કરી છે. આ સિસ્ટમને DRDO ડિઝાઈન કરી અને L&T દ્વારા બનાવવામાં આવી છે. આ સિસ્ટમની પ્રથમ બેચના સમાવેશ દરમિયાન આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવને અને ડિઆરડિઓ પ્રમુખ ડૉ.જી સતીશ રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આર્મી ચીફે કહ્યું, 'આત્મનિર્ભર ભારતના લક્ષ્ય તરફનું એક સફળ પગલું છે. હું તે બધા લોકોની પ્રશંસા કરું છું જેમણે આ બનાવ્યું. તેના સૈન્યમાં જોડાવાથી સેનાની શક્તિમાં વધારો થશે.

ડીઆરડીઓ વડાએ કહ્યું કે, અમે આ સિસ્ટમ વિકસાવી છે. બેંગ્લોર નજીક કોલરમાં તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે. ભારત ઇલેક્ટ્રોનિક્સને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે. ઇનપુટ્સને લઈને સશસ્ત્ર સૈન્ય સાથે હજુ ચર્ચા ચાલી રહી છે. ઘણી ખાનગી કંપનીઓને પણ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.