મુંબઈ

જેએસડબ્લ્યુ સ્ટીલે ૩૦ જૂન, ૨૦૨૧ પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના પહેલા ક્વાર્ટરમાં તેના પરિણામો રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પહેલા ક્વાર્ટરમાં કંપનીએ ખોટ માંથી નફામાં આવી છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીએ ૫૮૨ કરોડ રૂપિયાના નુકસાનની સામે ૫,૯૦૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. અનુમના કર્યા હતો કે પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો ૪,૯૨૨ કરોડ રૂપિયા પર રહી શકે છે.

વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ૧૧,૭૮૨ કરોડ રૂપિયાથી વધીને ૨૮,૯૦૨ કરોડ રૂપિયા રહી છે. અનુમાન કર્યા હતો કે પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ૨૮,૯૪૫ કરોડ રૂપિયા પર રહી શકે છે.

આ ક્વાર્ટરમાં કંપનીની એબીટડાએ ગયા વર્ષે ૧,૩૪૧ કરોડ રૂપિયાથી વધીને ૧૦,૨૭૪ કરોડ રૂપિયા રહી છે. અનુમાન કર્યા હતો કે પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબીટડા ૯,૨૩૫ કરોડ રૂપિયા પર રહી શકે છે. જ્યારે પહેલા ક્વાર્ટરમાં કંપનીનું એબીટડા માર્જિન વર્ષના આધાર પર ૧૧.૪ ટકાથી વધીને ૩૫.૫ ટકા પર રહી છે.