જૂનાગઢ: મનપાના પૂર્વ મેયરના પુત્રની સરાજાહેરમાં હત્યા, હત્યાનું કારણ અકબંધ

જૂનાગઢ-

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા કરી દેવાઈ છે. પૂર્વ મેયર રહેલા લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી છે. ધર્મેશ પરમારની હત્યાનું કારણ અકબંધ છે. જૂનાગઢ SP, LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના બીલખા રોડ પર રામનિવાસ નજીક બની હતી. જ્યાં ધર્મેશ પરમારને જાહેરમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્‍ણ હથિયારના ધા માર્યા હતા. સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ધર્મેશ પરમારને મૃત જાહેર કરાયો હતો.

મળતી માહિતી મુજબ જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની બીલખા રોડ પર સરાજાહેર હત્યા કરવામાં આવી છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમાર પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્‍ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી છે..ધર્મેશ પરમાર પણ જુનાગઢ મહાપાલિકામાં પૂર્વ નગરસેવક તરીકે ફરજ બજાવી ચુક્યા છે.બીલખા રોડ પરના રામનિવાસ ખાસે ધર્મેશ પર હુમલો થયો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો. હાલ પોલીસ દ્વારા ઘટનાની તાપસ હાથ ધરાય છે, અને પેલા અજાણ્યા શખ્સોની શોધખોળ ચાલુ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution