ડેડીયાપાડા-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓ બેફામ નિવેદનો હંમેશાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોયા છે, અને હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે નેતાઓ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરીને ઉંધું સીધું બોલી રહ્યા છે. આજે ડેડીયાપાડાના નવાગામે ભાજપ દ્વારા જાહેરસભા રાખવામાં આવી હતી. જેમાં ભરૂચ સાંસદે બીટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા પર આકર પ્રહાર કર્યાં હતા. તમને જણાવી દઈએ કે ભાજપના સાંસદ કાયમ બીટીપી નેતાઓને આડેહાથે લેતા હોય છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપલાના છોટુ વસાવાને મચ્છર કહી સંબોધન કર્યું હતું. જેની સામે છોટુ વસાવાએ ફેસબુક દ્વારા સાંસદને ભાજપનો પોપટ કહ્યું હતું, ત્યારે આજે ફરી વાર કરતા મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરતા કહ્યું કે જેમ ચોમાસામાં જે કાચીડો રંગ બદલે તેમ આ લોકો પાર્ટીઓને રંગ બદલે છે, સાથે બીટીપી પાર્ટીની નિશાન ઘંટી છે તે પર કટાક્ષ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે આ ઘંટી કોઈ વપરાતું નથી.

આજે ઇલેક્ટ્રોનિક ઘંટીનો જમાનો છે, પણ આ લોકો આદિવાસીઓને આગળ લાવવા માગે કે આદિવાસીને પાછળ લઈ જવા માંગે છે. તેઓ આદિવાસીઓને પથ્થર યુગમાં લઈ જવા માંગે છે. આ લોકો ગામડાઓમાં કહે છે વોટ આપવા જાવ તો રસી મુકવામાં આવશે. પણ એ માત્ર અફવા છે. વોટ આપવાવાળા રસી મુકવામાં આવશે, પણ એવું નથી. આગામી વિધાનસભામાં બીટીપીના બન્ને નેતાઓ ઘર ભેગા થશે, અથવા તો બે માંથી એક રહેશે. છોટુ ભાઈની ઉંમર થઈ એટલે ઘેર જવાનું છે. તેમ સાંસદે કહી બીટીપી પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે એવું કહી શકાય કે આદિવાસી નેતાઓ વચ્ચે વાક્ય યુદ્ધ યથાવત રહ્યું છે.

મચ્છર પછી પોપટ અંને હવે રંગ બદલતો કાચીંડોને લઈને નેતાઓના ભાષણોમાં વાહિયાત શબ્દો આવી રહ્યા છે. હાલ આદિવાસી નેતાઓ વચ્ચે વાક્ય યુદ્ધ યથાવત રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, બિટીપીના નેતાઓ ચોમાસામાં પેલો કાંચીડો નથી આવતો જે છાસવારે રંગ બદલે છે તેમ રંગ બદલે છે. તમને જણાવીએ કે અગાઉ મનસુખ વસાવાએ છોટુ વસાવા અને મહેશ વસાવા ને મચ્છર કહ્યા હતા, ત્યારે છોટુ વસાવાએ મનસુખ વસાવાને ભાજપના પોપટ કહ્યા હતા.