લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, માર્ચ 2026 |
1980
અમેરિકામાં મોટા પાયે ઠગાઈના રેકેટ ચલાવવાના આરોપમાં ભારતીય મૂળના એક વ્યક્તિને અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ તેની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. એજન્સીએ તેને ફ્રોડ કેસમાં ભાગેડુ જાહેર કર્યો છે અને તેના લોકેશન વિશે માહિતી આપવા માટે જનતાની મદદ માગી છે.
મુજબ, કલ્પેશકુમાર રસિકભાઈ પટેલ ઉર્ફ ‘કેની પટેલ’ પર ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે દેશભરમાં અનેક લોકોને ઠગવાનો આરોપ છે. તપાસ એજન્સીનું કહેવું છે કે આરોપીએ ફોન કોલ દ્વારા લોકોને વિશ્વાસ અપાવ્યું કે તેમની ઓળખ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જાેડાયેલી છે. ત્યારબાદ પીડિતોને રોકડ રકમ અને પ્રીપેડ ડેબિટ કાર્ડના રૂપમાં પૈસા અલગ-અલગ સરનામે મોકલવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
અમેરિકામાં કરોડો રૂપિયાની ઠગાઈના આરોપમાં ભાગેડુ જાહેર કરાયેલો ૩૩ વર્ષીય કેનીનો જન્મ ૧૭ મે ૧૯૯૧ના રોજ ભારતમાં થયો હતો. તેને મેકો, કેની, કલ્પેશકુમાર રસિકભાઈ પટેલ, કલ્પેશ પટેલ સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે અગાઉ ફ્યુઅલ સ્ટેશન એટેન્ડન્ટ, કેશિયર અને સ્ટોર વર્કર તરીકે પણ કામ કરી ચૂક્યો છે.