આ તારીખે બોમ્બે હાઇકોર્ટમાં હાજર થવુ પડશે કંગના-રંગોલીને
25, નવેમ્બર 2020 396   |  

મુંબઇ 

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે બોમ્બે હાઇકોર્ટ સમક્ષ એક યાચિકા ફાઈલ કરીને તેની વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફાઈલ થયેલા કેસને રદ કરવાની માગ કરી છે. એક્ટ્રેસને મુંબઈ પોલીસ સમક્ષ ૨૩ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યા સુધી હાજર થવાનું હતું. એક્ટ્રેસ હાલ હૈદરાબાદમાં 'થાલઈવી'ના શૂટિંગ માટે છે અને તે હાજર રહી ન હતી. એક્ટ્રેસ તરફથી તેના વકીલ રિઝવાન સિદ્દીકીએ હાઇકોર્ટમાં યાચિકા સબમિટ કરી છે. યાચિકા પર સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે તેને ૮ જાન્યુઆરીએ બપોરે ૧૨થી ૨ વચ્ચે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

જસ્ટિસ એસ એસ શિંદેની બેન્ચે તેમનો ર્નિણય આપતા કહ્યું કે, 'અમે જે પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે, તેમાં અમે તમને સમય આપશું. અમે યાચિકાકર્તા (કંગના અને તેની બહેન રંગોલી)ને ધરપકડથી સુરક્ષા આપશું. તેમને જાન્યુઆરીમાં પૂછપરછ માટે આવવા દો.'

૧૮ નવેમ્બરે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલને ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ સમન્સમાં કંગનાને ૨૩ નવેમ્બરે અને તેની બહેન રંગોલી ચંદેલને ૨૪ નવેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution