કંગના મુંબઇ પરત ફરી,મરાઠી લૂકમાં સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી

મુંબઇ

બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌત હાલમાં મુંબઇમાં છે. મંગળવારે તે સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા ગઇ હતી. ગણપતિના દર્શન માટે કંગનાએ મરાઠી લૂક કર્યો હતો. તેની આ તસવીરો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે.કંગનાનો મરાઠી લૂક ખુબ જ ચર્ચામાં છે. ગ્રીન કલરની ટ્રેડિશનલ બોર્ડરવાળી સાડી કે જેને પૈઠણી સાડી કહેવામાં આવે છે, તેની સાથે તેણે મોર્ડન લૂક કેરી કર્યો છે. આ સાડી મહારાષ્ટ્રના ઔરંગાબાદની ખાસ ઓળખાણ છે.,આ સાથે જ કંગનાએ નોઝ રિંગ અને વાળમાં ગજરો પણ લગાવ્યો હતો. આ લૂકમાં કંગના ખૂબ જ સુંદર લાગી રહી હતી. કંગના અહીં 5 મિનીટ માટે રોકાઇ હતી. મંદિરમાં મેનેજર હેમંત જાધવ અનુસાર, કંગના સવારો 10 વાગે મંદિરે દર્શન માટે પહોંચી હતી. તેમના કમાન્ડો બહાર ઉભા રહ્યાં હતા જ્યાં સુધી તે અંદર રહી હતી.

કંગનાએ ગણપતિ બાપ્પા મોરિયા અને જય મહારાષ્ટ્ર કહ્યું હતું. તે સિવાય તેણે કહ્યું કે, મુંબઇમાં રહેવા માટે મારે માત્ર ગણપતિની પરમિશન લેવાની જરૂર છે. અને અહીં હું ગણપતિની પરમિશન લેવા આવી છું, મારે બીજા કોઇની પરમિશન લેવાની જરૂર નથી.,

કંગના ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે મુંબઇની તુલના પીઓકે સાથે કરી હતી. તેણે કહ્યું હતું કે તે મુંબઇમાં સુરક્ષિત મહેસુસ નથી કરતી. આ બાદ મહારાષ્ટ્રના મંત્રીઓએ તેના પર નિશાનો સાધ્યો હતો અને બાદમાં તે ખુબ જ ચર્ચામાં રહી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution