કન્નડ અભિનેતા પુનીત રાજકુમારના અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ, કાન્તીરવા સ્ટેડિયમમાં પાર્થિવ દેહ રાખવામાં આવ્યો
30, ઓક્ટોબર 2021

મુંબઈ-

કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. શુક્રવારે જીમમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઈન્ડસ્ટ્રીની સાથે સાથે પુનીતના નિધનથી તેના ચાહકો પણ દુખી છે. 46 વર્ષીય પુનીતના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ ઉમટી પડી છે. પુનીતના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેના અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ જોવા મળે છે. કાંતિર્વ સ્ટેડિયમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચાહકો પુનીતના અંતિમ દર્શન માટે લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. પુનીતના જવાથી તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. તેની આંખોમાંથી આંસુ અટકતા નથી.

દીકરીની રાહ જોવાઈ રહી છે

પુનીતના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમની પુત્રી વંદિતા અમેરિકાથી પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. વંદિતાના આગમન પછી જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પુનીત સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતાઓમાંના એક હતા. તેમના નિધન પર ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો. પુનીતે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેણે પોતાની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. તેણે બાળ કલાકાર તરીકે નેશનલ એવોર્ડ જીત્યો હતો. તે પછી તેણે ફિલ્મ અપ્પુથી ડેબ્યૂ કર્યું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

આંખોનું દાન કર્યું

પુનીતના પિતાની જેમ તેની આંખો પણ દાન કરવામાં આવી છે. પુનીતના પિતા રાજકુમારે 1994માં નિર્ણય લીધો હતો કે તેમનો આખો પરિવાર તેમની આંખોનું દાન કરશે. વર્ષ 2006માં તેમના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેણે આંખોનું દાન કર્યું. હવે પુનીતની આંખો પણ દાન કરવામાં આવી છે. અભિનેતા ચેતને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે પુનીતના મૃત્યુના છ કલાકમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution