કોરનાનો કહેર સતત વધી રહ્યા છે. અત્યાર સુધી તેને ઘણા મોટા-મોટા સ્ટાર્સને તેની ઝપેટમાં લઇ ચુક્યો છે. હાલમાં ખબર આવી રહી છે કે કન્નડ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા હુલિવાના ગંગાધરની કોરોનાને કારણે નિધન થયું છે. હુલિવાના ગંગાધરે બેંગલુરુમાં એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. રિપોટ્‌ર્સ અનુસાર ગંગાધર પ્રેમા લોકા નામના એક ટેલિવિઝન શોનું શુટિંગ કરી રહ્યા હતા જ્યારે શુટિંગના બીજા દિવસે તેમના હળવા લક્ષણ જાેવા મળ્યા જે બાદ તેમણે આઇસોલેટ કરી દેવામાં આવ્યા પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થઇ અને તેમને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી. જે બાદ બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ઇલાજ દરમિયાન અભિનેતાનું મોત નીપજ્યું હતું. તેમના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. ફિલ્મ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.